Ashokbhai Macwan & Co

Ashokbhai Macwan & Co

Share

Office Address. Ashok Macwan & Co. L V Complex. Near Old Bus Station. At, Anand Mob. +91 9727725582 Proprietor

25/02/2026

આવકવેરા માટે મિલકત ભાડે લેનાર અને ભાડે આપનારે સબંધો જાહેર કરવા પડશે, આવકવેરા માટે ખોટા ભાડાના ક્લેમ કરીને ભાડું મજરે લેનારને 200 % દંડ

Photos from Ashokbhai Macwan & Co's post 02/01/2026

ન્યાય માટે 24 કલાક કોર્ટ ખુલ્લી રહેશે. હવે અડધી રાતે પણ કોર્ટનો દરવાજો ખટખટાવી શકશો. CJIનો મોટો ઐતિહાસિક નિર્ણય.

27/06/2025

બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી કો-ઓપરેટીવ સોસાયટીમાં 3 માસથી વધુ મેન્ટેનેન્સ બાકી હોય તે સોસાયટીમાં ડિફોલ્ટર ગણાશે : સુપ્રીમ કોર્ટ

19/04/2025

19 એપ્રિલ 2025 - તપઋતુનો 40મો છેલ્લો દિવસ એટલે પવિત્ર સપ્તાહનો અંતિમ દિવસ જેને આપણે મહાન અને પવિત્ર શનિવાર કહીયે છે. આ તપઋતુના 40માં દિવસને અન્ય નામોથી પણ ઓળખવામાં આવે છે દાખલ તરીકે નીચા શનિવાર , મહાન શનિવાર , હાલેલુજાહ શનિવાર , મહિમાનો શનિવાર, ઇસ્ટર ઇવ, આનંદકારક શનિવાર , પ્રકાશનો શનિવાર , મેગા સબ્બાતૂન , ગુડ શનિવાર , કાળો શનિવાર અથવા સબાડો ડી ગ્લોરિયા જેવા નામોથી પણ ઓળખાય છે. આ દિવસ ઈસુ ખ્રિસ્તના શરીરને કબરમાં રાખ્યા પછી નરકના ભયાનક સંક્રમણની યાદમાં ઉજવવામાં આવે છે કારણ કે આ દિવસે ખ્રિસ્તે શારીરિક રીતે કબરમાં આરામ કર્યો હતો પરંતુ એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે તેમણે આત્મામાં નરકનો ભયાનક પ્રવાસ કર્યો હતો - એટલા માટે ખ્રિસ્તીઓ કહે છે કે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ; પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા, પિલાતના અમલમાં દુઃખને વર્યા, ક્રૂસે જડાયા, મોતને શરણે થયા, કબરે દટાયા, મૃત્યુલોકમાં ઉતાર્યા, ત્રીજે દિવસે સજીવ ઊઠ્યા અને સ્વર્ગે સિધાવ્યા.

17/04/2025

તપઋતુનો મહાન પવિત્ર ગુરુવાર : 17/04/2025 : ખ્રિસ્તી કોને કહેવાય ? ઈસુ ખ્રિસ્તની પગ ધોવાની વિધિ અને છેલ્લા ભૉજનની વિધિનો દિવસ - ઈસુએ કહીંયુ જુવો હું ગુરુ થઈને આજે તમારા સહુના પ્રેમથી પગ ધોવું છું તેમ તમે પણ સહુ કોઈના પ્રેમથી પગ ધોજો (કેથોલિક બાઇબલનો નવો કરાર - પહેલો પીટર : 4 : 8 થી 11 સુધીની કલમ)

04/03/2025

કોપરેટીવ હાઉસિંગ સોસાયટીઓ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ (Registered Government Society) અને પ્રાઇવેટ ખાનગી સોસાયટીઓ (Unregistered Private Society) માં દસ્તાવેજ ટ્રાન્સફર ફીને લઈને થતી હેરાનગતિને અટકાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય કરેલ છે. અગાઉ 1991 અને 2016માં કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓ અને હાઉસિંગ સર્વિસ સોસાયટી (Registered Government Society) માં ટ્રાન્સફર ફી રૂપિયા 500 થી લઈને રૂપિયા 50,000 રૂપિયા સુધી ચાર્જ વસુલવામાં આવતો હતો અને ખાનગી સોસાયટીઓ (Unregistered Private Society) માં ટ્રાન્સફર ફી હોતી નથી ફક્ત મેન્ટેનન્સ ચાર્જ આપવો પડતો હોઈ છે. એટલે જયારે સોસાયટીઓમાં જ્યારે પણ કોઈ વ્યક્તિ દ્વારા ઘર-મકાનની કે રીસલે ઘર-મકાન ખરીદી કરવામાં આવતી હોય છે. ત્યારે સરકાર દ્વારા દસ્તાવેજ કરેલ ખાનગી હાઉસિંગ સોસાયટી દ્વારા અને કોપરેટીવ હાઉસિંગ સર્વિસ (Registered Government Society) અને ખાનગી સોસાયટી કે ખાનગી ફ્લેટ સોસાયટીઓ (Unregistered Private Society) ના સોસાયટીના પ્રમુખ કે મંત્રી અને સેક્રેટરી દ્વારા તે વ્યકિત પાસેથી મનમાની દસ્તાવેજ ટ્રાન્સફરથી વસૂલ કરવામાં આવતી હોય છે તેની ઉપર મનમાની પર બ્રેક લાગશે. સરકારી દસ્તાવેજ ફી ટ્રાન્સફર સુધારો અનુસાર ખાનગી હાઉસિંગ સોસાયટી અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓમાં કોઈપણ ઘરની ખરીદ કે વેચાણ સમયે કુલ અવેજ રકમ પ્રોપ્રટીની કિંમતના 0.5 ટકા અથવા વધુમાં વધુ રૂપિયા 1 લાખ કરતાં કોઈ વધુ ભારત સરકાર દસ્તાવેજ ટ્રાન્સફર ફી વસૂલ કરી શકશે નહી, તેવી જોગવાઇ કરવામાં આવી છે. વધુમાં વારસદારને મિકલત ટ્રાન્સફર કરવામાં ચાર્જ નહીં લઈ શકાય કે સાથે સોસાયટી ડીપોઝિટ ભંડોળ ફંડ, ડેવલપમેન્ટ ચાર્જ કે દાનની રકમ કે ખાનગી મિકલત ટ્રાન્સફર કે કોઈ પણ યોગદાનની માંગણી કે કોઈપણ સોસાયટી ભંડોળ કે સોસાયટી ટ્રાન્સફર ફી ના નામે અન્ય ખોટી રકમ કે અન્ય કોઈપણ નામે કોઈપણ રકમ સોસાયટીઓ કાયદાકીય રીતે વસૂલ કરી શકશે નહીં અને આવું થાય તો કાનૂની પગલાં ભરી શકાય છે.

Photos from Ashokbhai Macwan & Co's post 10/12/2024

CREDAI નો અર્થ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા છે. ગુજરાત સરકારે રાજ્યમાં જમીન અને મકાન-મિલકોની બજાર કિંમતો (નવી જંત્રીનો જાદુ) નક્કી કરવા માટે નો મુસદ્દો જાહેર કર્યો છે અને ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 32(ક) મુજબ નવી જંત્રીના દરમાં 200થી 2000 ટકા જેટલો વધારાનો અંદાજ દેખાતા પરિણામ સ્વરુપ રાજ્યભરમાં જમીન, મકાન-મિલકતોના ભાવ આસમાન પહોંચશે તેવો અંદાજ છે તેથી લોકો-સંસ્થાઓ પાસેથી વાંધા-સૂચનો રજૂ કરવા 20મી નવેમ્બર 2024 થી 20મી ડિસેમ્બર 2024 સુધીનો 30 દિવસની મુદ્દત જાહેર કરી હતી પરંતુ હાલને તબક્કે તો સરકારે એક મહિનાનો વધારો કરી દીધો છે એટલે કે હવે, લોકો-સંસ્થાઓ 20મી, જાન્યુઆરી-2025 સુધી તેમના વાંધા-સૂચનો મોકલાવી શકશે. આજ રોજ હાલના સમયમાં આણંદ બસ સ્ટેશન વિસ્તારમાં 1 ચોરસ મીટર નો ભાવ Rs. 10,000=00 થી વધીને 1 ચોરસ મીટર ના Rs. 38,000=00 થયેલ છે. અમુલડેરી વિસ્તારમાં 1 ચોરસ મીટર ના Rs. 15,000=00 થી વધીને 1 ચોરસ મીટર ના Rs. 40,000=00 થયેલ છે. સીપી કોલેજ અને સો ફૂટ વિસ્તારમાં 1 ચોરસ મીટર ના Rs. 12,000=00 થી વધીને 1 ચોરસ મીટર ના Rs. 36,000=00 થયેલ છે. ગામતળ વિસ્તારમાં 1 ચોરસ મીટર ના Rs. 15,000=00 થી વધીને 1 ચોરસ મીટર ના Rs. 40,000=00 થયેલ છે અને બાકરોલ વિસ્તારમાં 1 ચોરસ મીટર ના Rs. 8,000=00 થી વધીને 1 ચોરસ મીટર ના Rs. 35,000=00 થયેલ છે.

હવે નવી જંત્રી એટલે શું ? ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958 ની કલમ 32(ક) મુજબ સરકારી જંત્રી એટલે પ્રોપર્ટીની ઉંમર પ્રમાણે, જમીનના લોકેશન પ્રમાણે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રમાણે કે લોકાલિટી પ્રમાણે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ લૅન્ડ વૅલ્યૂ સર્ટિફિકેટ છે જેનો ઉપયોગ જમીન કે પ્રોપર્ટીના ખરીદ-વેચાણ માટે સરકાર દ્વારા નિર્ધારીત કરવામાં લઘુતમ ભાવને સરકારી જંત્રી કહેવામાં આવે છે. ઔદ્યોગિકની મિલકતની સરખામણીમાં રહેણાંક પ્રોપ્રટીની સરકારી જંત્રી વધારે હોય છે અને પોશ વિસ્તારની મિલકતની સરકારી જંત્રી ઉંચી કે વધારે હોય છે એટલે પ્રોપર્ટીની માર્કેટ વેલ્યુ જેટલી વધારે હશે તેટલો વધારે સરકારી જંત્રીનો રેટ પણ દેખાશે અને જો વ્યક્તિનો વેચાણ દસ્તાવેજમાં સરકારી જંત્રી દર કરતાં વધુ હશે તો જ સરકારી ચોપડે તમે તે મિલકતના માલિક તરીકે નોંધણી થશે. સરકારી જંત્રી કે સરકારી લઘુતમ ભાવને આધારે સ્ટેમ્પ ડ્યુટી અને કેટલો રજિસ્ટ્રેશન ચાર્જ કે સર્કલ રેટ ચૂકવવો પડે છે. બેંક પાસેથી લોન લેવા માટે કે લોન વધારવા માટે કે લોનની ક્રેડિટ મર્યાદા વધારવા માટે કે વિઝા માટે અરજી માટે જંત્રી મહત્વની ભૂમિકા ભજવે છે અને કેપિટલ ગેઈનમાં ટેક્સની ગણતરી વખતે જંત્રી ધ્યાને લેવાય છે. ગુજરાતમાં જંત્રી જોવા માટેની સાઈડ https://garvi.gujarat.gov.in/ અને https://revenuedepartment.gujarat.gov.in/home છે.

Photos from Ashokbhai Macwan & Co's post 09/11/2024

હાઉસ વેલ્યૂશન કે પ્રોપર્ટી વેલ્યૂશન કે મિક્લતનું વેલ્યૂશન સર્ટિફિકેટ એટલે શું ? હાઉસ કે પ્રોપર્ટી કે મિક્લતનું મૂલ્યાંકન એ રિયલ એસ્ટેટ ઉદ્યોગનું મૂળભૂત પાસું છે એટલા માટે મિલકતનું વેલ્યૂશન એટલે પ્રોપર્ટીને ખરીદવા કે વેચવાનું નક્કી કરતા પહેલા માન્ય રજીસ્ટર વેલ્યૂર દ્વારા મિલકત કિંમતનો યોગ્ય અંદાજ કાઢવામાં આવે છે. મતલબ માન્ય રજીસ્ટર વેલ્યૂર દ્વારા પ્રોપર્ટી સબંધિત દસ્તાવેજ જેવા કે વેચાણ કરાર, ટાઇટલ ડીડ, બિલ્ડીંગ લેઆઉટ/ફ્લોર પ્લાન, પ્રોપર્ટી ટેક્સની રસીદો, જમીનની મંજૂરીને આધારે મિલકતનું આંતરિક અને બાહય મૂલ્યાંકન કરવાની સાથે મિલ્કતનો વિસ્તાર, વિસ્તારમાં રિયલ એસ્ટેટની માંગ, સાર્વજનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નાગરિક પરિવહન, સુવિધાઓ, દુકાનો, મોલ્સ, ઓફિસો, અંગેનું આંતરદૃષ્ટિ નિરક્ષણ છે એટલે મિલકત મૂલ્યાંકનની કિંમતનો યોગ્ય અંદાજ મેળવીયા બાદ રજીસ્ટર વેલ્યૂર દ્વારા મળેલ વેલ્યૂશન સર્ટિફિકેટ વિવિધ લોન અને વિઝા માટે મદદરૂપ બનતું હોય છે.

Want your business to be the top-listed Accountant in Anand?

Click here to claim your Sponsored Listing.

Location

Address


L V Complex. Near Old Bus Station. Anand
Anand
388001