20/10/2025
Lukhi & Dabhi Associates
We are Tax Consultancy firm based in Surat. Our range of professional services include Accounting &
20/10/2025
21/02/2023
PAN and Aadhar Link: પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સ (સીબીડીટી)એ તાજેતરમાં સોશિયલ મિડિયા પર માહિતી આપી હતી કે, કોઈ વ્યક્તિનું પાનકાર્ડ લેટ પેનલ્ટી સાથે 31 માર્ચ 2023 સુધીમાં અપડેટ કરવામાં નહી આવે તો તે પાનકાર્ડને કેન્સલ કરી દેવામાં આવશે.
પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની મર્યાદા 31 જુલાઈ 2022 હતી. એ પછી રૂ. 1000 દંડ ભરીને વિગતો લિંક કરવાની સુવિધા અપાઈ હતી. જો કે આ સુવિધા પણ 31 માર્ચ પછી બંધ થશે. આ મુદ્દત સુધીમાં પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક કરવામાં અહીં આવે તો પાનકાર્ડ સાથેના તમામ વ્યવહારો કરદાતા નહી કરી શકે.
આમ સીબીડીટીએ દરેક કરદાતાને આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરવાની છેલ્લી તક આપી છે. જો આધારકાર્ડ પાનકાર્ડ લિંક નહી કરવામાં આવે તો પાનકાર્ડ સાથેના વ્યવહારો અટકી જશે. 50 હજાર ઉપરની રોકડ ઉપાડ, બે લાખથી વધારેની ફિક્સ ડિપોઝીટ, વિદેશ પ્રવાસ, મકાનની ખરીદી-વેચાણ જેવા વ્યવહારોમાં પાનકાર્ડની જરૂરિયાત ઉભી થાય છે. જો કરદાતા 31 માર્ચ 2023 સુધીમાં પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક નહી કરે તો ઘણા બધા કરદાતાઓ ઇન્કમટેક્સના રીફંડ અને વ્યવહારો અટકી જશે.
06/08/2022
Income Tax Notice ટાળવા માટે કેટલા બચત ખાતાનો ઉપયોગ કરવાની છે છૂટ ? જાણો શું છે આવકવેરા વિભાગનો નિયમ
આવકવેરામાં આવો કોઈ નિયમ નથી જે જણાવે છે કે નોટિસ ન આવે તે માટે મહત્તમ બચત ખાતા તમારી પાસે હોઈ શકે. એટલે કે, આવકવેરાને બચત ખાતા સાથે કોઈ લેવાદેવા નથી. તમે ઇચ્છો તેટલા ખાતા ધરાવી શકો છો. ખાતામાં રાખવાની મહત્તમ રકમની કોઈ મર્યાદા નથી
એક સાથે કેટલા બચત ખાતા રાખી શકો છો જેનાથી આવકવેરામાં કોઈ સમસ્યા ન આવે? બીજો પ્રશ્ન એ છે કે બચત ખાતામાં મહત્તમ બેલેન્સ શું રાખી શકાય જેથી આવકવેરાની નોટિસ ન મળે? બચત બેંક ખાતાને લઈને કરદાતાના મનમાં આવી ઘણી મૂંઝવણો છે જેને સમયસર ક્લિયર કરવાની જરૂર છે.
જવાબ ખૂબ જ સરળ છે. આવકવેરામાં આવો કોઈ નિયમ નથી જે જણાવે છે કે નોટિસ ન આવે તે માટે મહત્તમ બચત ખાતા તમારી પાસે હોઈ શકે. એટલે કે, આવકવેરાને બચત ખાતા સાથે કોઈ લેવાદેવા નથી. તમે ઇચ્છો તેટલા ખાતા ધરાવી શકો છો. ખાતામાં રાખવાની મહત્તમ રકમની કોઈ મર્યાદા નથી, જે આવકવેરા સાથે જોડાયેલી છે. તમે ઇચ્છો તેટલા પૈસા રાખી શકો છો. આવકવેરાનો વાસ્તવિક નિયમ વ્યવહાર પર લાગુ પડે છે. એટલે કે, બચત ખાતામાંથી તમે કેટલા પૈસા અને ક્યાં ખર્ચ કરો છો. તમે તેને રોકડમાં કરો અથવા ક્રેડિટ-ડેબિટ કાર્ડ દ્વારા કરો, આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે.
રોકડ વ્યવહારો પર ધ્યાન આપો જો તમે આવકવેરાની નોટિસ ટાળવા માંગતા હો, તો તમારે રોકડ વ્યવહારોનું ધ્યાન રાખવું પડશે. જો તમે આ તરફ ધ્યાન આપો છો, તો તમે આવકવેરાની કાર્યવાહી ટાળી શકશો. નોટિસ ટાળવા એક વર્ષમાં તમારે ધ્યાનમાં રાખવું પડશે કે 10 લાખથી વધુ વ્યવહારો કરવાનાં નથી. ન તો 10 લાખથી વધુ ઉપાડી શકે છે અને ન તો તે બચત ખાતામાં 10 લાખથી વધુ જમા કરાવી શકે છે. જો તમે આ નિયમનો ભંગ કરો છો, તો તમે આવકવેરાની નોટિસ હેઠળ આવી શકો છો.
અહીં તે જરૂરી નથી કે બચત ખાતામાં એક વર્ષમાં માત્ર 10 લાખ જમા કરાવવા અથવા ઉપાડવા જોઈએ. જો 10 લાખ સુધી થોડાક રૂપિયા પણ જમા કરાવવામાં આવે અથવા બદલામાં કુલ 10 લાખ ઉપાડવામાં આવે તો નોટિસની શક્યતા વધુ વધી જાય છે. જો તમે 10 લાખની મર્યાદા ઓળંગો છો, તો આવકવેરાની કાર્યવાહી શક્ય છે. બચત બેંક ખાતા માટે આ નિયમ છે. સૌથી મહત્વનો નિયમ એ છે કે સિંગલ ટ્રાન્ઝેક્શન 2 લાખથી વધુ ન હોવું જોઈએ અને એક વર્ષમાં કુલ ટ્રાન્ઝેક્શન 10 લાખથી વધુ ન હોવું જોઈએ. જો તમે આ નિયમ તોડશો તો આવકવેરાની કાર્યવાહી કરવામાં આવશે.
કેટલા પૈસા ઉપાડવા અને જમા કરવા? હવે સવાલ એ છે કે જો તમે એક વર્ષમાં 10 લાખથી વધુ અથવા એક સમયે 2 લાખથી વધુનો વ્યવહાર કરો છો, તો આવકવેરા તેની માહિતી કેવી રીતે મેળવે છે? જો તમારું PAN બેંક ખાતા સાથે જોડાયેલું છે અને જો તમે તમારા બચત ખાતામાંથી 10 લાખથી વધુ ઉપાડ અથવા જમા કરાવો છો, તો આવકવેરા વિભાગ પાન દ્વારા તેના વિશે માહિતી મેળવશે.
જો PAN લિંક નથી, તો જે બેંકમાં તમે 10 લાખથી વધુ રકમ જમા અથવા ઉપાડશો, તે બેંક આવકવેરા વિભાગને જાણ કરે છે. ટેક્સ વિભાગને માહિતી આપવા માટે સહકારી બેંક અને પોસ્ટ માસ્ટર જનરલ પણ નિયુક્ત કરવામાં આવ્યા છે. સહકારી બેંકો અથવા પોસ્ટ ઓફિસો દ્વારા નાણાં જમા અથવા ઉપાડી શકાય છે. તેથી, સહકારી બેંક અને પોસ્ટ માસ્ટર જનરલને પણ માહિતી આપવાનો અધિકાર છે.
કરન્ટ એકાઉન્ટનો નિયમ નાણાકીય વર્ષમાં, જો કોઈ વ્યક્તિ બેંક ડ્રાફ્ટ ખરીદવા અથવા પે ઓર્ડર લેવા માટે 10 લાખથી વધુ રોકડ ખર્ચ કરે છે, તો તેને નોટિસ મળી શકે છે. રિઝર્વ બેન્ક દ્વારા પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટનો દરજ્જો આપવામાં આવેલ પ્રોડક્ટ ખરીદવા માટે નાણાકીય વર્ષમાં 10 લાખથી વધુ ખર્ચ કરવા માટે પણ પગલાં લઈ શકાય છે. ચાલુ ખાતા માટે પણ આવો જ નિયમ છે, પરંતુ વ્યવહારની મર્યાદા 50 લાખ રાખવામાં આવી છે. ચાલુ ખાતામાં એક વર્ષમાં 50 લાખથી વધુ જમા કરવા અથવા 50 લાખથી વધુ ઉપાડવા પાર આવકવેરા વિભાગની નજર હેઠળ આવશો.
06/08/2022
Income Tax Alert: જો તમે રોકડમાં કરશો આ 5 વ્યવહાર, તો ઘરે આવશે ઇન્કમ ટેક્સ નોટિસ, જાણો શું છે નિયમ
ઘણા વ્યવહારો આવકવેરા વિભાગ દ્વારા મોનિટર કરવામાં આવે છે. જો તમે મોટા રોકડ વ્યવહારો કરો છો તો બેંકો, મ્યુચ્યુઅલ ફંડ્સ, બ્રોકરેજ હાઉસ અને પ્રોપર્ટી રજિસ્ટ્રારને આવકવેરા વિભાગને જાણ કરવી પડશે.
Income Tax Alert: જો તમે રોકડમાં કરશો આ 5 વ્યવહાર, તો ઘરે આવશે ઇન્કમ ટેક્સ નોટિસ, જાણો શું છે નિયમ
આવકવેરા વિભાગ(Income Tax Department) હાલના સમયમાં રોકડ વ્યવહારને લઈને ખૂબ જ સતર્ક બની ગયું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આવકવેરા વિભાગે બેંકો, મ્યુચ્યુઅલ ફંડ હાઉસ, બ્રોકર પ્લેટફોર્મ વગેરે જેવા વિવિધ રોકાણ પ્લેટફોર્મ પર સામાન્ય લોકો માટે રોકડ વ્યવહારોના નિયમોને કડક બનાવ્યા છે.
ઘણા વ્યવહારો આવકવેરા વિભાગ દ્વારા મોનિટર કરવામાં આવે છે. જો તમે મોટા રોકડ વ્યવહારો કરો છો તો બેંકો, મ્યુચ્યુઅલ ફંડ્સ, બ્રોકરેજ હાઉસ અને પ્રોપર્ટી રજિસ્ટ્રારને આવકવેરા વિભાગને જાણ કરવી પડશે. જાણો આવા જ 5 વ્યવહારો વિશે જે તમને મુશ્કેલીમાં મુકી શકે છે.
1. બેંક ટર્મ ડિપોઝિટ (FD) : જો તમે રૂ. 10 લાખ કે તેથી વધુ રકમની FD વર્ષમાં એક કે તેથી વધુ વખત કરો છો તો આવકવેરા વિભાગ તમને નાણાંના સ્ત્રોત વિશે પૂછી શકે છે. તે કિસ્સામાં જો શક્ય હોય તો મોટાભાગના પૈસા FDમાં ઑનલાઇન અથવા ચેક દ્વારા જમા કરવા વધુ હિતાવહ રહે છે.
2. બેંક સેવિંગ્સ એકાઉન્ટ ડિપોઝિટ જો કોઈ વ્યક્તિ નાણાકીય વર્ષમાં તેના એક ખાતામાં અથવા એક કરતાં વધુ ખાતામાં 10 લાખ કે તેથી વધુ રોકડ જમા કરે તો આવકવેરા વિભાગ પૈસાના સ્ત્રોત પર પ્રશ્ન કરી શકે છે. ચાલુ ખાતામાં મહત્તમ મર્યાદા રૂ. 50 લાખ હોય છે.
3. ક્રેડિટ કાર્ડના બિલની ચુકવણી કેટલીકવાર લોકો ક્રેડિટ કાર્ડ બિલ પણ રોકડમાં જમા કરાવે છે. જો તમે રોકડમાં ક્રેડિટ કાર્ડ બિલ તરીકે એક સમયે 1 લાખ થી વધુ જમા કરાવો છો તો આવકવેરા વિભાગ તમને પ્રશ્ન પૂછી શકે છે. બીજી તરફ જો તમે ક્રેડિટ કાર્ડનું બિલ નાણાકીય વર્ષમાં 10 લાખ રોકડમાં વધુ ચૂકવો તો પણ તમને નાણાંના સ્ત્રોત વિશે પૂછવામાં આવી શકે છે.
4. મિલકતના વ્યવહારો જો તમે પ્રોપર્ટી રજિસ્ટ્રાર પાસે રોકડમાં મોટા વ્યવહારો કરો છો તો તેનો રિપોર્ટ પણ આવકવેરા વિભાગને જાય છે. જો તમે 30 લાખ કે તેથી વધુની પ્રોપર્ટી રોકડમાં ખરીદો કે વેચો તો પ્રોપર્ટી રજિસ્ટ્રાર આવકવેરા વિભાગને જાણ કરશે
5.શેર, મ્યુચ્યુઅલ ફંડ, ડિબેન્ચર અને બોન્ડની ખરીદી જો તમે સ્ટોક, મ્યુચ્યુઅલ ફંડ, ડિબેન્ચર અને બોન્ડમાં મોટા રોકડ વ્યવહારો કરો છો તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. નાણાકીય વર્ષમાં આવા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં મહત્તમ રૂ.10 લાખ સુધીના રોકડ વ્યવહારો કરી શકાય છે. તેથી જો તમારી પાસે આમાંથી કોઈપણમાં રોકાણ કરવાની કોઈ યોજના છે તો ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે તમારે મોટી રોકડ રકમનો ઉપયોગ ટાળવો જોઈએ.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the business
Telephone
Website
Address
326, Dreamland, Near Taksh Shila Arcade, Sarthana Jakatnaka
Surat
395006
Opening Hours
| Monday | 9am - 8pm |
| Tuesday | 9am - 8pm |
| Wednesday | 9am - 8pm |
| Thursday | 9am - 8pm |
| Friday | 9am - 8pm |
| Saturday | 9am - 8pm |